આવી રીતે અંજીર ખાવ પગથી લઈ માથા સુધીની બધીજ બીમારીઓ થઈ જશે જડમૂળથી દૂર

પહેલું સુખ તે જાતે નર્યા : કુદરતે દરેક વસ્તુમાં મનુષ્ય માટે અમુલ્ય ખજાનો છુપાવેલો છે. કુદરતી વસ્તુનું મુલ્ય મનુષ્ય કોઈ રીતે ચૂકવી શકતો નથી. તેમજ આયુર્વેદમાં કહ્યું છે તેમ “વનસ્પતિ તેમજ ઔષધી એટલી મુલ્યવાન છે કે, માનવી ક્યારેય તેની કિંમત ચૂકવી શકતો નથી.” આવી ઔષધી તરીકે ગણાતા સુકામેવાની વાત આજે આપણે કરવાની છે.


ડ્રાયફ્રૂટ્સની વાત આવે એટલે કાજુ, બદામ, પિસ્તા અને અખરોટ, અંજીર, કિસમિસ જ યાદ આવે. આ ડ્રાયફ્રૂટ્સમાં રહેલું એક –એક ડ્રાયફ્રૂટ્સ પોતાનું અલગ અલગ મહત્વ ધરાવે છે. કાજુ, બદામ, પીસ્તા, અખરોટ, અંજીર, કિસમિસ પોતપોતાનું મહત્વ ધરાવે છે. આજે આપણે વાત કરવાની છે અંજીરના મહત્વની.

અંજીરનો પરિચય

(૧) અંજીરને અંગ્રેજી માં “ફીગ”, હિન્દીમાં “ગુલોર”, અરબીમાં “ફયુમીઝ”, કન્નડમાં “અટ્ટી” અને મરાઠીમાં “ઉંબર” તેમજ સંસ્કૃતમાં “ઉદુમ્બર” કહે છે.

(૨) આયુર્વેદમાં અંજીરને ઠંડુ ઔષધ કહ્યું છે, જયારે યુનાની દેશમાં ગરમ ઔષધ કહેવાયું છે. અંજીરના ઝાડ ૪ થી ૫.૫ મીટર ઊંચા હોય છે. મુખ્યત્વે અંજીર અફઘાનિસ્તાનના કબુલ માં વધુ ઉત્પન્ન થાય છે.

(૩) ૧૦૦ ગ્રામ સુકાયેલા અંજીરમાં ૨૪૯ કેલેરી, ૩.૩ગ્રામ પ્રોટીન, ૦.૯ગ્રામ ફેટ, ૬૯ગ્રામ કાર્બોહાઈડ્રેટ, ૫.૬ ગ્રામ ફાઈબર હોય છે. (૪) ૧૦૦ ગ્રામ ફ્રેશ અંજીરમાં ૮૦ કેલેરી, ૧.૩ગ્રામ પ્રોટીન, ૦.૩ગ્રામ ફેટ, ૨૦.૩ ગ્રામ કાર્બોહાઈડ્રેટ, ૨.૨ ગ્રામ ફાઈબર હોય છે.

(૫) આમ, ફ્રેશ અંજીર કરતા સુકાયેલા અંજીર વધુ લાભદાયી હોય છે. (૬) આયુર્વેદ પ્રમાણે અંજીર સ્વાદિષ્ટ-મધુર, શીતળ, પૌષ્ટિક, રક્ત વિકૃતિઓને મટાડનાર, પચવામાં ભારે, વાયુ અને પિત્તનાશક છે.

(૭) અંજીર એક મોસમી ફળ છે. પણ તે સૂકાયેલા સ્વરૂપમાં આખું વર્ષ મળી રહે છે. અંજીરમાં પૌષ્ટિક તત્વો પુષ્કળ પ્રમાણમાં છે. વિટામિન એ, બી, ઉપરાંત ફૉસ્ફરસ, કૅલ્શિયમ, આયર્ન તેમજ મૅંગેનીઝ જેવાં ખનિજોનો સમાવેશ થાય છે.

(૮) અંજીરનાં વૃક્ષોને ભેજવાળી જમીન માફક આવે છે. ભારતમાં કાશ્મીર, પૂના, નાસિક, ઉત્તરપ્રદેશ, બેંગલોર, મૈસૂરમાં તેનું વાવેતર થાય છે પણ ભારતમાં જે અંજીર થાય છે તે બહુ મોટા અને સ્વાદિષ્ટ હોતાં નથી.

અંજીરના લાભ

(1) અંજીર રક્તની શુદ્ધિ કરવામાં ઉપયોગી છે. અંજીર રક્તની શુદ્ધિમાં ખુબ મહત્વનો ભાગ ભજવે છે. રક્તના રોગોમાં તે ઉત્તમ પરિણામ આપે છે. રોજ રાત્રે 3 નંગ અંજીર અને કાળી સૂકી દ્રાક્ષ (બીજ કાઢેલી) 15-20 નંગ લઈ, 1 ગ્લાસ દૂધમાં સારી રીતે ઉકાળીને પછી થોડી વાર બાદ થોડું ઠંડુ થાય ત્યારે એ દૂધ ધીમે ધીમે પી જવું અને સાથે સાથે અંજીર અને દ્રાક્ષ ચાવીને ખાઈ જવા.

(2) અંજીર કબજીયાત માં ઉપયોગી છે. જે લોકો કબજિયાતથી કંટાળી ગયા છે, તેમને આ મુજબ પ્રયોગ કરવો. સવારે ઉઠીને ખાલી પેટે અંજીર ખાવું, અથવા રાતે 1 ગ્લાસ જેટલા દુધમાં એકાદ અંજીર બોળી રાખીને સવારે એ નરમ થયેલું અંજીર દૂધ સહીત ખાઈ જવું એનાથી જૂની કબજિયાતની બીમારી મટે છે.

(3) અંજીર હાડકાના વિકાસ માટે પણ ઉપયોગી છે. અંજીરનું વધારે પડતું કેલ્શિયમ માનવીના હાડકાંને મજબૂત કરે છે. અંજીરથી તમારા શરીરને યોગ્ય પ્રમાણમાં કેલ્શિયમ મળી રહે છે. 2 અંજીરને 1 ગ્લાસ પાણીમાં આખી રાત પલાળી રાખીને સવારે તેનું પાણી પીવાથી અને તે અંજીર ખાઈ જવાથી શરીરમાં લોહીનું પ્રમાણ વધારી શકાય છે.

(4) અંજીર શ્વાસની તકલીફમાં ઉપયોગી છે. શ્વાસ-દમની તકલીફમાં અંજીર સારું પરિણામ આપે છે કેમ કે અંજીર વાયુનો નાશ કરનાર હોવાથી દમના દર્દીઓ ખુબ લાભદાયક છે. અંજીર અને ગોરખ આમલી આશરે 5 – 5 ગ્રામ જેટલા લઈ, એક સાથે ખૂબ ચાવીને ખાઈ જવા. સવારે અને સાંજે આ રીતે થોડા દિવસ ઉપચાર કરવાથી હૃદય પરનું દબાણ દૂર થાય છે અને શ્વાસ કે દમ બેસી જાય છે.

(5) અંજીર બ્લડ પ્રેશર માટે ઉત્તમ ઔષધ છે. બી.પી ના દર્દીઓ માટે અંજીર બહુ લાભદાયી છે. શરીરની વધારાની ચરબી ધીરે ધીરે દૂર કરીને શરીરનું જાડાપણું ઘટાડે છે. લોહીની ઉણપના લીધે જેમના હાથ-પગ સુન થઇ જતા હોય તેઓને અંજીર ખાવાથી ફાયદો થશે.

(6) અંજીર હરસ-મસાની તકલીફ દુર કરે છે.
જેમને મસામાંથી રક્તસ્રાવ થતો હોય તો તેમણે થોડા દિવસ 2-3 નંગ સૂકા અંજીર રોજ રાત્રે પાણીમાં પલાળી દેવા અને સવારે ખાઈ જવા પણ ખુબ ચાવીને ખાવા જેથી પરિણામ સારું મળી શકે. એ જ રીતે બીજા 2-3 અંજીર સવારે પલાળી દઈ સાંજે ખાઈ જવા. થોડા દિવસ આ ઉપચાર કરવો પરિણામ ચોક્કસ મળશે રક્તસ્રાવી મસા શાંત થઈ જશે ક્યારેક વધુ દિવસ પણ ઉપચાર શરુ રાખવો પડે તો રાખવો.

(7) જઠર અને કીડનીના રોગમાં અકસીર
અંજીર જલદી પચી જનારું છે. અંજીર જઠરના અનેક રોગોમાં બહુ ફાયદાકારક છે. અંજીરમાં 50% ટકાથી વધુ કુદરતી ખાંડ છે જે નુકશાન કરતી નથી. અંજીર આમ ઠંડુ હોવાથી જઠરના રોગોમાં ફાયદા કારક છે. અંજીર મૂત્રપિંડ અને કીડનીને પણ કાર્યશીલ રાખે છે. કીડનીને પણ વ્યવસ્થિત રીતે કામ કરવામાં અંજીર મદદ કરે છે. રોજ બની શકે તો 1 અંજીર એમ જ ખાવું.

(8) મોટાપો ઘટાડવામાં મદદરૂપ છે. અંજીર શરીરની વધારાની ચરબી ધીરે ધીરે દૂર કરીને શરીરનું જાડાપણું ઘટાડે છે. અંજીરમાં રહેલા ઉત્તમ તત્વો ફેટને ઘટાડવામાં મદદરૂપ છે. રોજીંદી લાઈફમાં અંજીરનો ઉપયોગ કરવામાં આવે તો મોટાપો ઓછો થઇ જાય છે. વહેલી સવારે જગ્યા બાદ 2 અંજીર ખાવાથી અચૂક તેનું પરિણામ મળે છે. જો ભૂખ લાગે તો ફાસ્ટફૂડ ની જગ્યાએ સુકા મેવા તરીકે થોડા અંજીર પણ લઇ શકે.

(9) સ્ત્રીઓ માટે અંજીર ઉપયોગી છે. અંજીરનું સેવન કરતા રહેવાથી સ્ત્રીઓને માસિક નિયમિત થાય છે, બાળકની માતાનું દૂધ પણ અંજીરના સેવનથી વધે છે. સ્ત્રીઓને લાંબી ઉંમરે થતા કમરના દુખાવામાં અંજીર ગુણકારી છે. નિયમિત રીતે અંજીરનું સેવન કરવાથી મોઢા ઉપર તરવરાટ આવે છે. તાજા અંજીરની પેસ્ટ ચહેરા પર લગાડવાથી ચહેરો ખીલી ઊઠે છે. આ પેસ્ટ ‘સ્ક્રબ’નું કાર્ય કરે છે. ચહેરા પરની મૃત પેશીઓને દૂર કરે છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top