હવે ઠંડીમાં સ્વેટર પહેરવાની જરૂર નથી, આ ‘હીટર જેકેટ’ બટન દબાવતા શરીર કરી દેશે ગરમ, જાણો ખાસિયત

Electric Heated Vest: ઠંડીની સીઝન આવવાની સાથે લોકો જેકેટ પહેરવાની શરૂઆત કરી રહ્યાં છે. પરંતુ દિવસભર તાપમાનમાં પરિવર્તન થઈ શકે છે. આ પરિસ્થિતિમાં અમે તમને ઈલેક્ટ્રિક થર્મલ વેસ્ટ વિશે જણાવી રહ્યાં છીએ, જે ઈન્ટરનલ હીટરથી લેસ છે. બટન દબાવતા તે કામ શરૂ કરી દેશે. તેમાં ટેમ્પ્રેચર કંટ્રોલ કરવા માટે બટન પણ ઉપલબ્ધ છે. આવો જાણીએ આ ઈલેક્ટ્રિક જેકેટ વિશે..

ખુબ ડિમાન્ડમાં છે જેકેટ


ઠંડીમાં આ જેકેટ તમને કામ આવી શકે છે. તેને ઓફલાઈન કે ઓનલાઈન ખરીદી શકાય છે અને તે ઈ-કોમર્સ વેબસાઇટ પર પણ ઉપલબ્ધ છે. આ સિવાય ઘણી ઓફર્સ પણ તમને મળી સકે છે. ડિસેમ્બરના અંતમાં જ્યારે ઠંડી ખુબ વધશે ત્યારે આ જેકેટ ખુબ કામ આવી શકે છે.

Thermal Vest with heater


આ જેકેટમાં ત્રણ વિવિધ કંટ્રોલ હોય છે- રેડ, વ્હાઇટ અને બ્લૂ. અહીં રેડનો ઉપયોગ હાઈ તાપમાન માટે થાય છે, વ્હાઇટ મીડિયમ અને બ્લૂ લો તાપમાન માટે. આ જેકેટની તાપમાન રેન્જ 40થી 60 ડિગ્રી સેલ્સિયલ હોય છે અને એકવાર કોઈપણ કંટ્રોલ બટન દબાવવા પર જેકેટ પોતાનું કામ શરૂ કરી દે છે. જેકેટનું ટેમ્પ્રેચર 40થી 60 થઈ જાય છે. તે ખુબ લાઇટ અને સોફ્ટ છે.

કેટલી છે કિંમત


હીટર જેકેટની કિંમતો વ્યાપક છે, જેમાં 4 હજારથી લઈને 10 હજાર રૂપિયા સુધીની રેન્જ હોઈ શકે છે. ઓનલાઈન ખરીદી કરવા સમયે તમને તે સસ્તામાં મળી શકે છે. આ સિવાય તેની સાઇઝ પ્રમાણે પણ કિંમત નિર્ભર કરે છે.

Leave a Comment